મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં નાતાલ નહીં ઉજવાશે તુલસી દિવસ, અટલ ટીંકરિંગ લેબનું પણ થશે ઉદ્ઘાટન
SHARE
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં નાતાલ નહીં ઉજવાશે તુલસી દિવસ, અટલ ટીંકરિંગ લેબનું પણ થશે ઉદ્ઘાટન
છેલ્લા પાંચ વર્ષથી ૨૫ ડિસેમ્બર શનિવારને નાતાલના દિવસને મોરબીની સાર્થક વિદ્યામંદિર દ્વારા તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આગામી ૨૫ મી ડિસેમ્બરના સવારના ૮ થી સાંજના ૪:૩૦ સુધી જુદા જુદા કાર્યક્રમો દ્રારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૮ થી ૯:૩૦ સુધી સ્ટેજ કાર્યક્રમ ૯:૩૦ થી ૧૨:૩૦ અને ૧:૩૦ થી ૪:૩૦ સુધી પ્રદર્શની યોજાશે.આ વખતે શાળા દ્વારા છઠ્ઠો તુલસી દિવસ ઉજવાશે અને છેલ્લા વર્ષોથી ઉજવાતા આ કાર્યક્રમને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ) ના દિવસે તુલસી દિવસની ઉજવણીની સાથે સાથે તુલસીના રોપા અને માંજરનું વિતરણ, શ્રીમદ ભગવતગીતા પઠન, સમાજ શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું સન્માન, વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ અને વિવિધ વિષયો ઉપર પ્રદર્શન વગેરે કાર્યક્રમોનું આયોજન થશે જેમાં આવતા લોકોને માસ્ક અને સામાજિક અંતરના સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે.
તુલસી દિવસ સાથે અટલ ટીકરીંગ લેબનું ઉદઘાટન
આગામી ૨૫ ડિસેમ્બર શનીવારના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વખતે શાળા દ્વારા છઠ્ઠો તુલસી દિવસ ઉજવાશે. પાંચ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ-વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ)ના દિવસે તુલસી દિવસની ઉજવણી સાથે સાથે સાર્થક વિદ્યામંદિરમાં તુલસીના રોપા અને માંજરનું વિતરણ, નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન, નિરંતર યજ્ઞ, તુલસી ફુડઝોન, સમાજ શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું સન્માન, વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, વિવિધ વિષયો પર પ્રદર્શન વગેરે કાર્યક્રમોનું આયોજન થશે. તેમજ અટલ ટીકરીંગ લેબ નું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે તેમ સંચાલક મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે કાર્યક્રમ દરમ્યાન જે આઠ વિષય ઉપર અદભૂત પ્રદર્શની યોજવામાં આવી છે તેમાં તુલસી, ભારતીય સંસ્કૃતિની વિવિધતા, વૈદિક ગણિત, સંસ્કૃત, ઊર્જા બચત, પ્રકૃતિથી સંજીવની અને નદીઓ કો જાનો જેવા વિષયો ઉપર પ્રદર્શની યોજાશે તેમ સડચાલકોએ જણાવ્યું છે