મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના જુદા જુદા ગામડાઓમાં કોણ બન્યુ સરપંચ..?


SHARE













મોરબી જીલ્લાના જુદા જુદા ગામડાઓમાં કોણ બન્યુ સરપંચ..?

મોરબી જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે જીલ્લામાં પાંચ સ્થળોએ ૧૯૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આજે સવારે ચાલુ થઇ હતી.જેમા મોરબી તાલુકાના બાદનપર ગામે વોર્ડ નંબર ૭ માં બે સભ્યોની વચ્ચે થઈ ટાય થઇ હતી જેથી કરીને બે સભ્યોને સરખા મત મળ્યા બોય હવે ચિઠ્ઠી ઉછાળીને સભ્યને નક્કી કરવામાં આવશે.

મત ગણતરી બાદ પરિણામો આવવા લાગતા મોરબીના ચકમપર ગામે સરપંચ તરીકે અવનીબેન કાલરીયા અને મોરબી તાલુકાના જ જેપુર ગામે સરપંચ તરીકે વસંતાબેન નરેશભાઇ કાવઠીયા ૪૦૮ મતોથી વિજેતા બન્યા હતા. જયારે મોરબી તાલુકાના લખધીરનગર ગામે ધર્મીષ્ટાબેન મેહુલભાઇ ફેફર ૪૭૪ મતથી વિજેતા બન્યા છે.

મોરબી તાલુકાના માનસર ગામે સરપંચ તરીકે જીતેન્દ્રભાઈ પટેલ અને મોરબી તીલુકાના જોધપર (નદી) ગામે સરપંચ તરીકે હંસાબેન દિનેશભાઇ સુરેલા વિજેતા બન્યા છે.વાંકાનેર તાલુકાના રાજથરી ગામે સરપંચ પદે જયેશભાઈ રોજાસરા ૩૦ મતોથી સરસાઇથી ચુંટાઇ આવ્યા છે. વાંકાનેર તાલુકાના રંગપર ગામે ભરત રાણાભાઇ મકવાણા ૫૦ મતોની સરસાઇથી સરપંચ તરીકે ચુંટાયા છે.વાંકાનેરના લાલપર ગામે સરપંચ તરીકે અમીનાબેન અલાઉદ્દીનભાઈ ખોરજીયા ૩૨૩ મતોની સરસાઇથી ચુંટાયા છે.વાંકાનેર તાલુકાના જ જેતપરડા ગામે સરપંચ તરીકે સુમૈયાબેન ઈલ્મુદિન શેરસીયા ચુંટાયા છે.

જ્યારે મોરબી તાલુકાના જુદા જુદા ગામો માટે સરપંચના વિજેતા ઉમેદવારોના લિસ્ટમાં નજર નાખીએ તો મોરબી તાલુકાના કાંતિપુર ગામે રમેશભાઈ કલોલા, મોડપર ગામે સંગીતાબેન કગથરા, બરવાળા ગામે ભરતભાઈ બાવરવા, કાલીકાનગર ગામે જેન્તીભાઈ ખેંગારભાઈ, રાપર ગામે અશોકભાઈ વિડજા અને કેરાળા ગામે પંકજભાઇ પ્રેમજીભાઈ સોલંકી સરપંચ પદે ચૂંટાયા હોવાનું હાલ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

તો મોરબીના હળવદ તાલુકાના નવા અમરાપરમાં સરપંચ પદે સંજય ઠાકોર, હળવદના રાણેકપર ગામે સરપંચ પદે મનસુખ ઠાકોર, હળવદના પ્રતાપગઢ ગામે સરપંચ પદે દિપક મોરતરીયા તેમજ મોરબી તાલુકાના વેજલપર ગામે સરપંચ તરીકે હરેશભાઇ કૈલા અને હળવદના મયાપુર ગામે  સરપંચ પદે નથુભાઈ કંઝારીયા, મોરબી તાલુકાના આંદરણા ગામે સરપંચ તરીકે વિજયાબેન સોલંકી ચુંટાયા હોવાની માહિતી મળી રહી છે.વાંકાનેરના ખખાણા ગામે સરપંચ તરીકે ભારતીબેન મનસુખભાઈ ગોધાણી ૨૬૪ મતે વિજેતા બન્યા છે.

નારણકા ગામે દેરાણી-જેઠાણીને પછાડીને ભત્રીજા વહુ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી વિજેતા

મોરબી તાલુકાના નારણકા ગામે ચુંટણીને લઇને ભારે ચર્ચા જોવા મળી હતી કારણ કે અહીં એક જ પરિવારમાંથી દેરાણી જેઠાણી અને ભત્રીજા વહુ એમ ત્રણ સભ્યો એક જ ઘરના ચૂંટણીમાં ઊભા રહ્યા હતા જેમાં નારણકા ગામના ચૂંટણીની મતગણતરી દરમિયાન જાહેર થયું હતું કે, ગામના સરપંચ પદના ઉમેદવાર એવા અમરતબેનને ૧૨૩ મત, ચંપાબેનને માત્ર ૨૨ મત અને ભાણીબેનને ૨૯૮ મત મળ્યા હતા. માટે મોરબી તાલુકાના નારણકા ગામ કે જ્યાં દેરાણી જેઠાણી અને ભત્રીજા વહુ એમ ત્રણ લોકો એક જ ઘરમાંથી ઉભા રહ્યા હતા તેમાં દેરાણી-જેઠાણીને પછાડીને ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી ૧૭૫ રનની સરસાઇથી વિજેતા બન્યા છે.મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે સરપંચ તરીકે ગૌતમ મોરડીયા, મોરબી તાલુકાના બરવાળા ગામે સરપંચ તરીકે ભરતભાઇ બાવરવા, તેમજ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જોગડ ગામે સુનિતાબેન ઠાકોર, હળવદ તાલુકાના ઢવાણા ગામે સરપંચ પદે રંજનબેન કોળી, હળવદ તાલુકાના માણેકવાળા ગામે સરપંચ તરીકે નિષાબેન કટોણા, હળવદ તાલુકાના જુના માલણીયાત ગામે સરપંચ તરીકે રમીલાબેન દલસુખભાઈ, હળવદ તાલુકાના સરંભળા ગામે સરપંચ પદે અનિલભાઈ ગઢવી વિજેતા બન્યા છે. તો હળવદ તાલુકાના કેદારીયા ગામે સરપંચ પદે વિષ્ણુભાઈ સિંહોરા, હળવદ તાલુકાના ઘણાંદ ગામે સરપંચ તરીકે ભાવનાબેન પોપેણીયા, હળવદ તાલુકાના મયુરનગર ગામે સરપંચ પદે ભાવેશભાઈ ચાવડા, હળવદ તાલુકાના ખોળ ગામે સરપંચ તરીકે કાજલબેન ભરવાડ, હળવદ તાલુકાના દિઘડીયા ગામે સરપંચ તરીકે મમતાબા ઝાલા, હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે સરપંચ પદે દક્ષાબેન ઉપેન્દ્રભાઈ વિજેતા બનેલ છે.

તેમજ મોરબી તાલુકાના પીપળી ગામે સરપંચ પદે ચેતનાબેન જેઠલોજા, મોરબી તાલુકોના રામગઢ (કોઈલી) ગામે સરપંચ તરીકે નિતેશભાઈ કાસુન્દ્રા, મોરબી તાલુકોના થોરાળા ગામે સરપંચ પદે અમૃતલાલ અંબાણી, મોરબી તાલુકાના લીલાપર ગામે સરપંચ તરીકે મંજુલાબેન મનજીભાઈ દેત્રોજા અને મોરબી તાલુકાના વિરપરડા ગામે સરપંચ તરીકે અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ચુંટાયા હોવાની માહીતી મળી રહી છે.મોરબીના ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે સરપંચ પદે સરોજબેન દેવરાજભાઈ સંધાણી ૩૦૮ મતે વિજેતા બન્યા છે.મોરબીના માળીયા તાલુકાના નાના ભેલા ગામે સરપંચ પદે ભાવિકકુમાર, માળીયા તાલુકાના માણાબા ગામે સરપંચ તરીકે શીતલબા યુવરાજસિંહ, માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે સરપંચ પદે પ્રવીણભાઈ ભટાસણા, માળીયાના હરિપર ગામે સરપંચ તરીકે નિમુંબેન ભીમાણી, માળીયાના બગસરા ગામે સરપંચ પદે ગૌરીબેન નાગજીભાઈ વિજેતા બન્યા છે.

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે સરપંચ પદે જયંતિભાઇ ગડેશીયા, હળવદના મેરૂપર ગામે સરપંચ તરીકે રાજુભાઇ ખૈર, હળવદના કવાડીયા ગામે સરપંચ પદે વાલજીભાઇ ચારોલા, હળવદના ભલગામડામાં સરપંચ પદે લીલાબેન ભરતભાઇ અને મોરબી તાલુકોના રાજપર ગામે સરપંચ તરીકે ભરતભાઇ રામજીભાઇ મારવાણીયા વિજેતા બન્યા છે.મોરબી તાલુકાના માળીયા વનાળિયા ગામે સરપંચ પદે ધનીબેન રામજીભાઈ પરમાર ચુંટાયા છે. માળીયા(મિં) તાલુકાના વર્ષામેળી ગામે સરપંચ પદે નાગજીભાઈ દેવભાઈ વકાતર વિજેતા બન્યા છે. હળવદના નવા ઘનશ્યામગઢ ગામે સરપંચ પદે ઘનશ્યામભાઈ લોરીયા તેમજ હળવદના નવા માલણીયાત ગામે સરપંચ તરીકે દલસુખભાઈ પરમાર, ટંકારા તાલુકાના સજનપર ગામે સરપંચ પદે રીનાબેન પ્રેમજીભાઈ જાદવ, વાંકાનેરના રાણેકપર ગામે સરપંચ પદે હુસેનભાઈ સેરશીયા, વાંકાનેરના અમરસર ગામે સરપંચ પદે યાશીર સેરશીયા, વાંકાનેરના સરતાનપર ગામે સરપંચ તરીકે અલુભાઈ ઉડેસા, વાંકાનેરના તરકીયા ગામે સરપંચ પદે જનકભાઈ ડાભી, વાંકાનેરના દેરાળા ગામે સરપંચ પદે શોભનાબેન ધરજીયા, વાંકાનેરના શેખરડી ગામે સરપંચ પદે કેશભાઈ વાટકીયા, ટંકારાના અમરપર ગામે સરપંચ તરીકે દિલસનાબાનુ બાદી,હળવદના માનગઢ ગામે સરપંચ પદે પુષ્પાબેન વાસુદેવભાઈ, હળવદના રણજીતગઢ ગામે સરપંચ પદે બળદેવભાઈ વેલાભાઈ ચાવડા, વાંકાનેરના આણંદપર ગામે સરપંચ તરીકે કુંવરબેન બીજલભાઈ કાંજીયા, મોરબીના મકનસર ગામે સરપંચ પદે રેખાબેન અવચરભાઈ દેગામા, મોરબી તાલુકાના પંચાસર ગામે સરપંચ પદે ભગીરથસિંહ ધિરૂભા ઝાલા, ટંકારાના બંગાવડી ગામે સરપંચ તરીકે વિનુભાઈ સવજીભાઈ દેત્રોજા, હળવદના કીડી ગામે સરપંચ પદે વસૂબા મહિપતસિંહ ઝાલા, હળવદના સુંદરીભવાની ગામે સરપંચ પદે કુંભાર જયંતીભાઈ, હળવદના અજીતગઢ ગામે સરપંચ પદે નયનાબેન પટેલ, હળવદના ચાડધ્રા ગામે સરપંચ પદે સજ્જનબા ગઢવી, હળવદના સુરવદર ગામે સરપંચ પદે જયંતીભાઈ કટેસિયા, હળવદના ધણાદ ગામે સરપંચ તરીકે ભાવનાબેન કોરિંગા, હળવદના પલાસ ગામે સરપંચ તરીકે વિક્રમભાઈ વિઠલાપરા, હળવદના નવા અમરાપર ગામે સરપંચ પદે સંજયભાઈ અદગામા, ટંકારાના છતર ગામે સરપંચ પદે કોમલબેન રસિકભાઈ ભીમાણી, મોરબીના લાલપર ગામે સરપંચ તરીકે રમેશભાઈ વાંસદડીયા, મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે સરપંચ પદે પામીબેન હમીરપરા, મોરબીના શનાળા (તડાવીયા) ગામે સરપંચ પદે ઠાકરશીભાઈ કુંડારીયા વિજેતા બન્યા છે.મોરબી તાલુકાના લીલાપર ગામના વિજેતા સરપંચનું ભવ્ય સરઘસ નીકળ્યું હતુ. જેમા લીલાપરના મંજુલાબેન મનજીભાઈ દેત્રોજા સરપંચ પદે વિજેતા બન્યા હોય મંજુલાબેનના સમર્થકો દ્વારા વાજતે ગાજતે અબિલ ગુલાલની છોડ સાથે વિજયને વધાવીને સરઘસ કાઢવામાં આવ્યુ હતુ.

વાંકાનેરના  રૂપાવટી ગામે સરપંચ તરીકે ભવાનભાઈ ધોધાભાઈ રાઠોડ,  મોરબી તાલુકાના પીપળીયા ગામે સરપંચ પદે સંગીતાબેન આદ્રોજા, મોરબી તાલુકાના બગથળા ગામે સરપંચ પદે કાંતાબેન ચુનીલાલ, વાંકાનેરના જોધપર ગામે સરપંચ તરીકે રૂકસાનાબેન સેરશીયા, વાંકાનેરના ભીમગુડા ગામે સરપંચ પદે કુલીબેન વીંઝુવાડીયા, વાંકાનેરના કેરાળા ગામે સરપંચ પદે નરગીસબેન બાદી, વાંકાનેરના કાછીયાગાળા ગામે સરપંચ પદે વસંતબેન રંગપરા, વાંકાનેરના રાજગઢ ગામે સરપંચ પદે શંભુભાઈ વીંઝવડીયા, વાંકાનેરના મેસરિયા ગામે સરપંચ પદે વસંતબેન ભૂસડીયા, વાંકાનેરના કોઠારીયા ગામે સરપંચ તરીકે અંબારામભાઈ કોબીયા, મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે સરપંચ પદે રવિરાજસિંહ પરમાર, વાંકાનેરના રૂપાવટી ગામે સરપંચ પદે ભવાનભાઈ રાઠોડ વિજેતા બન્યા છે.મોરબી તાલુકના ધરમપુર ગામે સરપંચ પદે લાલજીભાઇ માકાસણા વિજેતા બન્યા છે.

હળવદ તાલુકાના રાયસંગપુર સરપંચ પદે મહેશભાઇ જાંબુકીયા,  હળવદ તાલુકાના દેવીપુર ગામે સરપંચ પદે મનિષાબેન સોનાગ્રા, હળવદ સુસવાવ ગામે સરપંચ તરીકે હરીચંદ્રસિંહ ઝાલા, હળવદ તાલુકાના શિરોહી સરપંચ પદે રાજેન્દ્રસિંહ જાડેજા, હળવદ તાલુકાના રાતાભેર ગામે સરપંચ તરીરે પ્રભુભાઇ કેરવાડીયા વિજેતા બન્યા છે.તેમજ  ટંકારા તાલુકાના ટોળ ગામે સરપંચ તરીકે અબ્દુલ ગઢવારા, ટંકારાના બંગાવળી ગામે સરપંચ પદે વિનુભાઇ દેત્રોજા, ટંકારાના હરીપર ગામે સરપંચ પદે હિનાબેન ફેફર, ટંકારાના અમરાપર ગામે સરપંચ તરીકે દિલસાવબાનુ બાદી, ટંકારાના સજજનપર ગામે સરપંચ પદે રીનાબેન જાદવ ચુંટાયા છે. મોરબી તાલુકાના નાની વાવડી ગામે  સરપંચ પદે ગોદાવરીબેન અશ્વિનભાઈ ચાવડા વિજેતા બન્યા છે.મોરબીના હળવદ તાલુકાના રણમલપુર ગામે સરપંચ પદે પુનાભાઇ રાઠોડ, ચરાડવા ગામે સરપંચ પદે લક્ષ્મીબેન પરમાર અને માથક ગામે સરપંચ તરીકે લીલાબેન વાઘજીભાઇ ચુંટાયા છે.મોરબી તાલુકાના પાનેલી ગામે સરપંચ તરીકે ચુંટાયેલા ગૌતમભાઇ કરમશીભાઇ હડીયલ ૩૧૬ મતોની સરસાઇથી વિજેતા બન્યા છે.હળવદ તાલુકાના રણમલપુર ગામે સરપંચ પદે પુનાભાઇ રાઠોડ, હળવદના ચરાડવા ગામે સરપંચ તરીકે લક્ષ્મીબેન પરમાર, હળવદ તાલુકાના માથક હામે સરપંચ પદે  લીલાબેન વાઘજીભાઇ ચુંટાયા હતા.

વાંકાનેરના પાજ અને મોરબીના વાધરવામાં ટાઇ થતા ચિઠ્ઠીથી નકકી કરાયા વિજેતા

મોરબી જિલ્લાના બે ગામોમાં સરપંચ પદ માટે થઈ ટાઈ તેમા વાંકાનેર તાલુકાના પાંજ ગામે સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ થઇ હતી પાંજ ગામે ઇસ્માઇલ સિપાઈ અને ઉસ્માન સેરશીયાને એક સરખા એટલે કે ૩૪૦ મતો મળ્યા હતા.બંને ઉમેદવારોને એક સરખા  મત મળતા ટાઈ થતા અંતે ચીઠ્ઠી ઉછાળીને પાંજ ગામના સરપંચ તરીકે ઉસ્માન સેરશિયાનેને સરપંચ તરીકે વિજેતા જાહેર કરાયા હતા.તે રીતે માળિયા(મિં)ના વધારવા ગામે પણ સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ થઇ બંને ઉમેદવારોને એક સરખા જ ૩૩૨ મત મળતા ટાઈ થયેલ હોય ચીઠ્ઠી ઉછાળીને વાધરવા ગામના સરપંચ તરીકે અનિરૂદ્ધસિંહ જાડેજાને વિજેતા જાહેર કરાયા હતા. મોરબી તાલુકના શાપર ગામે સરપંચ પદે રવીરાજસિંહ જાડેજા, મોરબી તાલુકાના જેતપર ગામે સરપંચ તરીકે જેઠાલાલ બોચિયા ચુંટાયા હતા.તેમજ માળિયા(મિં.)ના ખાખરેચી ગામે સરપંચ પદે વનિતાબેન દિનેશભાઈ પારેજીયા વિજેતા બન્યા છે.

કાંટે કી ટક્કર: મોરબીના રવાપરમાં સરપંચ માટે નિતિનભાઈ ભટાસણા, ઘૂટુંમાં દેવજીભાઈ પરેચા વિજેતા

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં આજે સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી કરવામાં આવી હતી અને દિવસ દરમ્યાન ઘણા ચડાવ-ઉતાર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે જો વાત કરીએ સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલ ગ્રામ પંચાયતની તો મોરબી તાલુકાની રવાપર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવાર હતા જેમાં સૌથી વધુ મત નીતિનભાઈ ભટાસણાને મળતા તેને વિજેતા જાહેર કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાની કુલ મળીને ૧૯૭ ગ્રામ પંચાયતની આજે મતગણતરી કરવામાં આવી હતી ત્યારે દરેક તાલુકાની અંદર જુદા જુદા સેન્ટર નક્કી કરીને મતગણતરી કરવામાં આવી હતી અને એક પછી એક ગામ આગળ વધી રહ્યા હતા અને અનેક ચડાવ-ઉતાર વચ્ચે આજે મોડી રાત્રે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે અને કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વિવાદ આ સમગ્ર મતગણતરી દરમિયાન જોવા મળેલ નથી જોકે માળીયા તાલુકાના વાધરવા ગામે વાંકાનેર તાલુકાના પાજ ગામની અંદર સરપંચ પદ માટે બંને ઉમેદવારમાં ટાઈ થઈ હતી જેથી ત્યાં ચિઠ્ઠી ઉછળીને સરપંચ નક્કી કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત જો વાત કરીએ તો મોરબી તાલુકાની નારણકા ગ્રામ પંચાયત પણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી કારણ કે આ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ સામે સામે ચૂંટણી લડી રહ્યા હતા દરમિયાન આ ચૂંટણીમાં દેરાણી અને જેઠાણીને મહાત આપીને ભત્રીજા વહૂનો વિજય થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકાના રવાપર ગામમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો રેસમાં હતા અને ભારે ચડાવ-ઉતારના અંતે આ ગ્રામ પંચાયતમાં સરપંચ માટેના ઉમેદવારોમાંથી નીતિનભાઈ ભટાસણાને સૌથી વધુ મત મળ્યા હતા જેથી તેને ૭૩૪ માટની લીડ સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આવી જ રીતે મોરબી તાલુકાના ઘુટુ ગામે બે મિત્રો સામે  સામે ચૂંટણીના જંગે ચડ્યા હતા અને તેમાં દેવજીભાઈ પરેચા ૯૬૨ મતની લીડ સાથે વિજેતા બનેલ છે








Latest News