હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ


SHARE







૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ

33 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ (સીઝન બોલ)- 2026 નું જામનગર જીલ્લા પંચાયતના યજમાન પદે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નવા નાગડાવાસ ખાતે આયોજન થયેલ છે.

મોરબી જિલ્લા પંચાયત ટીમનો પ્રથમ મેચ વડોદરા સામે હતો. જેમાં વડોદરા ટીમે 140 રનનો ટાર્ગેટ આપેલ જેની સામે મોરબી ટીમે 13 ઓવરમાં 141 રન કરી ભવ્ય જીત મેળવી હતી. જેમાં સાગર વરસડા 35 રન, પ્રશાંત દલસાણીયા 37 રન કરેલ. જેમાં મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર જયદીપસિંહ ગોહિલ થયાં હતા. જેમણે 49*(34) રન તેમજ 4 ઓવર માં 18 રન આપી 3 વિકેટ મેળવી હતી.

ત્યારબાદ બીજી લીગ મેચમાં અમદાવાદની ટીમે 138 રન નો ટાર્ગેટ આપેલ જેમાં મોરબીની ટીમે 14 ઓવર માં જ 138 રન કરી શાનદાર જીત મેળવી હતી. જેમાં મેન ઓફ ધ મેચ નીતિન પટેલ રહ્યા હતા. જેમણે 60*(36) રન કર્યા. મોરબી જિલ્લા પંચાયત ટીમ શાનદાર પ્રદર્શન થકી ક્વાટર ફાઇનલમાં પ્રવેશી છે, તેમ ટીમ મેનેજર દિનેશભાઈ હુંબલ અને કોચ તુષારભાઈ બોપલિયાની યાદી જણાવે છે.






Latest News