મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 26 બોટલ દારૂ કબ્જે


SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 26 બોટલ દારૂ કબ્જે

મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની અને મોટી કુલ મળીને 26 બોટલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વજેપર વિસ્તારમાં મેઇન રોડ ઉપર પડેલા એકટીવા નંબર જીજે 36 કે 3802 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 4 બોટલ મળી આવતા 13,560 ની કિંમતનો દારૂ તથા 25 હજાર રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 38,560 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એકટીવાના ધારક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પુરબિયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી 5500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા (37) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા રાજેશભાઈ બાવરવાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા ત્યા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે આરોપી રાજેશભાઈ બાબુભાઈ બાવરવા (51) રહે. વાઘપર (પીલુડી) વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News