મોરબીના ભડીયાદ ગામ પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
SHARE
મોરબીના ભડીયાદ ગામ પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
મોરબીના ભડીયાદ ગામની સીમમાં નદીના વોંકળા પાસે બાવળની કાટમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી બનાવટની જામગીરી એક બંદૂક સાથે એક શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભડીયાદ ગામની સીમમાં નદીના વોંકળા પાસે બાવળની કાંટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર હાજર રહેલા શખ્સ પાસેથી દેશી બનાવટની એક જામગીરી બંદૂક મળી આવી હતી જેથી પોલીસે 1500 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વનેશિયા (35) રહે. ભડીયાદ કાટે સાયન્સ કોલેજથી આગળ મોરબી મૂળ રહે. જૂના નાગડાવાસ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે









