ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક અકસ્માત: ટ્રક ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો


SHARE











મોરબીના રંગપર નજીક અકસ્માત: ટ્રક ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક રસ્તા ઉપરથી પસાર થયેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં આવી રહેલ ડમ્પર ટ્રક ટ્રેલરમાં અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને ડમ્પરની કેબિનમાં તેનો ડ્રાઇવર ફસાઈ ગયેલ હતો જેથી અન્ય વાહનમાં દોરડા બાંધીને બોનેટને ખેંચીને ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને ડ્રાઇવરને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રગપર ગામ પાસે વિરાટનગરના પાટિયા પાસે રાત્રિના સમયે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં ડમ્પર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ડમ્પરની કેબીનનો ભૂકો બોલી ગયો હોય ડમ્પરનો ચાલક તેમાં ફસાઈ ગયો હતો જેથી અન્ય વાહનમાં દોરડા બાંધીને ડમ્પરની કેબીનને ખેંચવામાં આવી હતી અને ત્યારબાદ ડમ્પરમાં ફસાયેલા ડ્રાઇવરને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તે ડ્રાઈવરને ઇજા થયેલ હોવાથી 108 મારફતે તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલેખનીય છેકે, સોમવારની રાત્રે મોરબીના આમરણ ગામ પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતા અકસ્માત થયો હતો અને ત્યારે ટ્રકની કેબીનમાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો તેવી જ રીતે મંગળવારની રાતે રંગપર ગામના વિરાટનગર પાસે ટ્રક ટ્રેલરની પાછળ ડમ્પર આથડયું હતું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવના લીધે થોડીવાર માટે જેતપર રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો ત્યારબાદ અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં ખસેડીને રગપર ગામ પાસેથી જેતપર રોડ ઉપર ટ્રાફિકને કાર્યરત કરવામાં આવેલ હતો.






Latest News