મોરબીના સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે રાજકોટના સાંસદે કેન્દ્રિય વિદેશમંત્રીને લખ્યો પત્ર
મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન
SHARE
મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન
મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અધ્યયન મંડળ દ્વારા આગામી ગુરુવારે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.
આવતા ગુરુવારે તા ૨૨/૦૧/૨૬ ના રોજ રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રાખવામા આવેલ છે. આ કાર્યશાળામાં સાયલા વાળા દેવેન્દ્રભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય (ભાગ-૨) પર માર્ગદર્શન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે. અને રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા)માં જોડાવવા માટે મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશ પનારા તેમજ સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા અપિલ કરવામાં આવી છે.









