મોરબીના રંગપર નજીક અકસ્માત: ટ્રક ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો
મોરબીના જેતપર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના જેતપર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના જેતપરથી જુના દેવળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર ઇકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનુ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં ઈકો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે
માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ સરડવા (48)એ હાલમાં ઇકો કાર નંબર જીજે 36 એએલ 1909 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના જેતપરથી જુના દેવળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તેનો દીકરો મન ભરતભાઈ સરડવા (18) પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 2525 લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન ઇકો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના દીકરાના બાઇકને ઠોકર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં ફરિયાદીના દીકરાને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન જુના દેવળીયા ગામે તેના મામાના ઘરે રહીને જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં નોકરી કરતો હતો અને તે પોતાનું બાઈક લઈને તા 18 ના રોજ સવારે નોકરી ઉપર જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં ઇકો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જે બનાવમાં આશાસ્પદ યુવાનનું મોત નીપજયું છે.









