હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના જેતપર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના જેતપરથી જુના દેવળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર ઇકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનુ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં ઈકો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ સરડવા (48)એ હાલમાં ઇકો કાર નંબર જીજે 36 એએલ 1909 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના જેતપરથી જુના દેવળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તેનો દીકરો મન ભરતભાઈ સરડવા (18) પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 2525 લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન ઇકો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના દીકરાના બાઇકને ઠોકર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં ફરિયાદીના દીકરાને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન જુના દેવળીયા ગામે તેના મામાના ઘરે રહીને જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં નોકરી કરતો હતો અને તે પોતાનું બાઈક લઈને તા 18 ના રોજ સવારે  નોકરી ઉપર જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં ઇકો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જે બનાવમાં આશાસ્પદ યુવાનનું મોત નીપજયું છે.






Latest News