મોરબીના જેતપર નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરના મેસરીયા ગામે ચાવી લઈ લેવા બાબતે અગાઉ આપેલ ઠપકાનો ખાર રાખીને યુવાનને ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરના મેસરીયા ગામે ચાવી લઈ લેવા બાબતે અગાઉ આપેલ ઠપકાનો ખાર રાખીને યુવાનને ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી
વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાનનો કાકાનો દીકરો બે મહિના પહેલા કામે જતો હતો ત્યારે તે જ ગામની અંદર રહેતા શખ્સે તેના બાઈકની ચાવી લઈ લીધી હતી જેથી કરીને યુવાને તેને સમજાવીને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને સામેવાળાએ ફરિયાદીના પત્નીનો ઈકો ગાડીથી પીછો કરીને તેને સાઈડમાંથી હડફેટે લઈને ગટરમાં પાડી દીધી હતી અને યુવાનને ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા રમેશભાઈ રાજાભાઈ વાળા (34)એ હાલમાં પ્રકાશભાઈ વાલાભાઈ બેડવા રહે. મેસરીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આજથી બે માસ પહેલા તેઓના કાકાનો દીકરો બાઈક લઈને કામે જઈ રહ્યો હતો દરમિયાન આરોપીએ તેના બાઈકની ચાવી લઈ લીધી હતી જેથી ફરિયાદીએ તેને સમજાવીને ઠપકો આપ્યો હતો અને ત્યાર બાદ આરોપી પાસેથી ચાવી પાછી લઈ લીધી હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદીના પત્ની ગૌરીબેન તેમના ભાઈના ઘરે જતા હતા ત્યારે આરોપીએ ઇકો ગાડી લઈને તેનો પીછો કર્યો હતો અને પૂર ઝડપે ગાડી ચલાવીને ફરિયાદીના પત્નીને પાછળથી ઇકો ગાડી ભટકાડી હતી અને ફરિયાદીના પત્નીને ગટરમાં પાડી દીધા હતા જેથી મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી અને ત્યારે ફરિયાદી યુવાનને ગાડી ચડાવી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.