મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE































મોરબીના ઘુંટુ રોડે કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં પહેલા માળ ઉપરથી નીચે પટકાતા માથામાં અને શરીરે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ એવલોન સિરામિક નામના કારખાનામાં રહેતો ઢોલુરામ નનસિંગભાઈ ભનુ (18) નામનો યુવાન ગત તા. 19/1 ના રાત્રિના કારખાનામાં હતો ત્યારે ત્યાં પહેલા માળ ઉપરથી નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને  સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સોઓરડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અલીભાઈ જીવાભાઈ પલેજા (79) તથા અનવર અલીભાઈ પલેજા (45)ને યુનુસ અલીભાઈ પલેજા તથા નદીમ યુનુસભાઇ પલેજાએ માર મારતા ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.












Latest News