મોરબીના ઘુંટુ રોડે કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 મહિનાથી ગેરહાજર રહેલા કોન્સટેબલ સામે ગુનો નોંધાયો
SHARE
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 મહિનાથી ગેરહાજર રહેલા કોન્સટેબલ સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાતો કોન્સ્ટેબલ છેલ્લા 6 મહિના જેટલા સમયથી ગેરહાજર હોય તેને ત્રણ નોટિસની બજવણી કરવામાં આવી હતી છતાં પણ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તે મનસ્વી રીતે ગેરહાજર રહેલ હતો અને ફરજમાં બેદરકારી રાખી હતી જેથી કરીને ફરજમાં બેદરકાર રહેલ કોન્સ્ટેબલ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ ગત તા. 16/6 થી ગેરહાજર છે અને ત્યારબાદ નિયમ અનુસાર હાજર થવા માટે તેને ત્રણ નોટિસની બજવણી કરવામાં આવી હતી છતાં પણ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર તે મનસ્વી રીતે ગેરહાજર રહેલ છે અને પોતાની ફરજ ઉપર હાજર થયેલ નથી અને ફરજમાં બેદરકારી રાખી છે અને ગેરહાજર રહેલ હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા ફરજમાં બેદરકારી રાખનારા કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જી.પી. એક્ટની કલમ 145 મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
માર માર્યો
મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા અમીનાબેન ઇલ્યાસભાઈ સુમરા (60) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી









