મોરબીમાં બાવળની ડાળી સાથે ચુંદડી બાંધીને સગીરાએ જીવન ટુકાવ્યું
ટંકારાના નેસડા (ખા) ગામે પતંગ ચગાવતા સમયે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી બાળકનું મોત
SHARE
ટંકારાના નેસડા (ખા) ગામે પતંગ ચગાવતા સમયે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી બાળકનું મોત
ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલા તળાવમાં પાણી ભરેલા ખાડા પાસે બાળક પતંગ ચગાવતો હતો દરમિયાન રમતા રમતા તે અકસ્માતે તળાવમાં ભરેલા પાણીના ખાડામાં પડી ગયો હતો અને ત્યાં ડૂબી જવાના કારણે બાળકને મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે મનસુખભાઈ ભાડજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ મીરૂસિંહ મેડા (29) નો 7 વર્ષનો દીકરો આકાશ સુનિલભાઈ મેડા મનસુખભાઈ ભાડજાની વાડી પાસે આવેલ તળાવમાં પાણી ભરેલા ખાડા પાસે પતંગ ચગાવતો હતો દરમિયાન રમતા રમતા તે તળાવમાં પાણી ભરેલા ખાડામાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જેથી આકાશનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક બાળકના પિતા સુનિલભાઈ મેડાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના જોધપુર નદી ગામે રહેતા કાર્તિક રમેશભાઈ બરાસરા (21) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કારચાલકે તેના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
સગીરા સારવારમાં
મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતી શહેરનાઝબેન (16) નામની સગીરાને તેની માતા સાથે બોલાચાલી થયા બાદ તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ એ.એમ.ઝાપડિયા ચાલવી રહ્યા છે.