વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૩ જાન્યુઆરીએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી


SHARE











મોરબી જિલ્લામાં ૨૩ જાન્યુઆરીએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૨૩ જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક  ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા જણાવ્યુ છે.

એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News