મોરબી કરણી સેનાના પ્રમુખની રજુઆતને પગલે લીલાપર રોડના ખાડા બુરાયા
મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં મહેન્દ્રનગર કન્યા શાળાની નોંધપાત્ર સિદ્ધિ
SHARE
મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં મહેન્દ્રનગર કન્યા શાળાની નોંધપાત્ર સિદ્ધિ
જીસીઈઆરટી દ્વારા નિપુણ ભારત અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની વાર્તા લેખન સ્પર્ધામા મહેન્દ્રનગર કન્યા પ્રા. શાળાની અંજલી શૈલેષભાઈ લાંઘણોજાએ પ્રથમ નંબર મેળવી મહેન્દ્રનગર કન્યા શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ફાઉન્ડેશનલ સ્ટેજ જેમાં બાલવાટિકા થી ધોરણ ૧ અને ૨ ના બાળકો માટે તેમજ પ્રિપેરેટરી સ્ટેજમાં ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો માટે અને મિડલ સ્ટેજમાં ધોરણ છ થી આઠ ના બાળકો માટે વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જે અંતર્ગત સૌ પહેલા ક્લસ્ટર કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાય છે ત્યારબાદ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવેલ સ્પર્ધકોની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાય છે. અંજલી અને મહેન્દ્રનગર કન્યાશાળા પરિવારની આ નોંધપાત્ર સિદ્ધિને સીઆરસી કોઓર્ડીનેટર રિકીતભાઈ વીડજા તથા બીઆરસી કો.ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાએ શુભેચ્છાઓ પાઠવી છે.









