મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં મહેન્દ્રનગર કન્યા શાળાની નોંધપાત્ર સિદ્ધિ
મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી મચ્છુ નદીમાં માનસર અને રવાપર નદી ગામની વચ્ચે ચેકડેમ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જો કે, તેને રિપૅર કરવામાં આવતો નથી જેથી ખેડૂતોની ૧૨૦૦ હેક્ટર કરતા પણ વધારે ખેતીની જમીનને હાલમાં સીંચાઈનું પાણી નદીમાંથી મળતું નથી જેથી કરીને મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ આપના આગેવાન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.
મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી ઉપર માનસર અને સમાકાંઠે રવાપર ગામની સીમને જોડતો એક ચેકડેમ બાંધવવામાં આવેલ હતો જેને અર્જુન સાગર નામ આપવામાં આવ્યું હતું. આ ચેકડેમ અતિવૃષ્ટિમાં તૂટી જવા પામેલ હતો જે છેલ્લે ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે. અને તેને રીપેરીંગ કરવા માટેની રજુઆતો કરવામાં આવી હતી પરંતુ ખનીજ માફિયાઓના લાભાર્થે અમુક લોકો દ્વારા આ ચેકડેમના થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ચેકડેમ બનાવથી આશરે ૧૨૦૦ હેક્ટર કરતા પણ વધારે ખેતી લાયક જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થયેલ હતી. જે સુવિધા હાલમાં મળી રહી નથી માટે જો ચેકડેમ રીપેર કરવામાં આવશે તો બધા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. જેથી કરીને ચેકડેમ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો બધા ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.









