મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં મહેન્દ્રનગર કન્યા શાળાની નોંધપાત્ર સિદ્ધિ


SHARE































મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં મહેન્દ્રનગર કન્યા શાળાની નોંધપાત્ર સિદ્ધિ

જીસીઈઆરટી દ્વારા નિપુણ ભારત અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની વાર્તા લેખન સ્પર્ધામા મહેન્દ્રનગર કન્યા પ્રા. શાળાની અંજલી શૈલેષભાઈ લાંઘણોજાએ પ્રથમ નંબર મેળવી મહેન્દ્રનગર કન્યા શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ફાઉન્ડેશનલ સ્ટેજ જેમાં બાલવાટિકા થી ધોરણ ૧ અને ૨ ના બાળકો માટે તેમજ  પ્રિપેરેટરી સ્ટેજમાં ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો માટે અને મિડલ સ્ટેજમાં ધોરણ છ થી આઠ ના બાળકો માટે વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જે અંતર્ગત સૌ પહેલા ક્લસ્ટર કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાય છે ત્યારબાદ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવેલ સ્પર્ધકોની  જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાય છે. અંજલી અને મહેન્દ્રનગર કન્યાશાળા પરિવારની આ નોંધપાત્ર સિદ્ધિને સીઆરસી કોઓર્ડીનેટર રિકીતભાઈ વીડજા તથા બીઆરસી કો.ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાએ શુભેચ્છાઓ પાઠવી છે.












Latest News