મોરબીમાં નીલકંઠ સ્કૂલ ખાતે પ્રિ એસએસસી એક્ઝામનું આયોજન
SHARE
મોરબીમાં નીલકંઠ સ્કૂલ ખાતે પ્રિ એસએસસી એક્ઝામનું આયોજન
મોરબીમાં રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે પ્રિ એસએસસી એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે અને ધો-10 ની પરીક્ષા આપવા માટે યોદ્ધાની જેમ તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરિક્ષાનો ડર દૂર થાય તેના માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા નજીક આવે એટ્લે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર (ભય) જોવા મળે છે તેને દૂર કરવા માટે મોરબીમાં રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા તા.1/2/2026 ને રવિવારના રોજ સવારે 9:00 થી 11:00 વચ્ચે મોરબીની તમામ સ્કૂલ અને કલાસીસના ધો-10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટોપ 20 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માનીત કરવામાં આવશે. ઉલેખનીય છે કે, બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ આ પરીક્ષા લેવામાં આવશે અને સીટ નંબર આપવામાં આવશે. અને આ પરીક્ષામાં 25 MCQ વિજ્ઞાન અને ટેક્નોલોજી, 25 MCQ ગણિત, 15 MCQ સામાજિક વિજ્ઞાન, 15 MCQ ઇંગ્લિશ, 10 MCQ ગુજરાતી, 10 MCQ સંસ્કૃત આમ કુલ 100 માર્ક હશે. આટલું જ નહીં પરીક્ષા દરમ્યાન બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવી, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતોની માહિતી આપવામાં આવશે. અને આ પરીક્ષા માટે આ સાથે આપેલ લીક ઉપર ટચ કરીને https://forms.gle/PiXycLgdKiCVNzFr8 રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9512295950 અને 9512295951 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.









