મોરબીમાં ફ્લેટ વેચવાની ઓએલએક્સ ઉપર જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લખો રૂપિયાની છેતરપિંડી, મહિલા સહિત 3 સામે ફરિયાદ: એકની ધરપકડ
SHARE
મોરબીમાં ફ્લેટ વેચવાની ઓએલએક્સ ઉપર જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લખો રૂપિયાની છેતરપિંડી, મહિલા સહિત 3 સામે ફરિયાદ: એકની ધરપકડ
મોરબીમાં ફ્લેટ વેચાણ અંગેની ઓએલએક્સ ઉપર જાહેરાત મૂકવામાં આવી હતી જેથી વૃદ્ધ અને તેના પરિવારજનો તે ફ્લેટ જોવા અને લેવા માટે થઈને ગયા હતા ત્યારે ફ્લેટ ઉપર મોટી લોન બેંકમાંથી લીધેલ હોવા છતાં તેની જાણ વૃદ્ધ અને તેના પરિવારજનોને કરવામાં આવી ન હતી અને ખોટો સાટા ખત કરી આપવામાં આવ્યો હતો અને તેની અવેજમાં મોટી રકમ વૃદ્ધ પાસેથી મેળવી લેવામાં આવી હતી આમ વૃદ્ધ અને તેના પરિવારજનો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હોય ભોગ બનેલ વૃદ્ધએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો અને તે પૈકી એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ નાની હનુમાન શેરીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (68)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન ઉપર ઓએલએક્સ એપ્લિકેશન માં ફ્લેટ વેચવા અંગેની જાહેરાત આપી હતી જેથી ફરિયાદી તથા સાહેદો ફ્લેટ જોવા અને લેવા માટે ગયા હતા ત્યારે તેઓને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના પ્લેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હતી જે રેકોર્ડ ઉપર હોવા છતાં તે છુપાવ્યું હતું અને ફરિયાદી તથા સાહેદને ફ્લેટ વેચાણ અંગે ખોટો સાટાખત કરી આપી તેની અવાજમાં મોટી રકમ મેળવી લેવામાં આવી હતી તેમજ સાહેદ સાથે અગાઉથી કાવતરું રચીને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરવામાં આવેલ છે અને બનાવટી સાટાખત કરી આપતા હોવાનું પોતે જાણતા હોવા છતાં પણ ખરા સાટાખત તરીકે તેનો ઉપયોગ કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદોની સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી આ અંગે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે અને તે પૈકી આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતા રહે. કાયાજી પ્લોટ આશુતોષ હાઈટ્સ ફ્લેટ નં. 101 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં જે પરિવાર સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે તેઓએ જે ફ્લેટમાં તે રહે છે તે જ એપાર્ટમેટમાં રહેતા નરેશભાઇ જોશીને પણ ફ્લેટનું વેચાણ કર્યું હતું અને તેની પાસેથી મોટી રકમ લીધેલ હતી જેના તમામ આધાર પુરાવાઓ તેઓની પાસેથી જેથી કરીને આ બાબતે પણ આગામી સમયમાં વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા સેવાઇ રહી છે.









