હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં ગૌમાંસ રાંધવા બાબતે 3 મહિલા સહિત કુલ 8 સામે ગુનો નોંધાયો
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સીમમાં આવેલ ઓરિન્ડા સીરામીક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ધાંગા જીગલા મારંડી (26) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ગરીયા દ્વારા કરવામાં આવી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની તપાસ કરવી હાથ ધરવામાં આવી છે.
વરલી જુગાર
મોરબીના નાની વાવડી નજીક ગાયત્રીનગર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મોબાઈલ ફોનથી વરલી મટકાના આંકડા લેતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દેવદાનભાઈ રવાભાઈ મકવાણા (55) રહે. નાની વાવડી કુબેર પાર્ક ભૂમિ ટાવર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 900 રૂપિયાની રોકડા તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને 5900 મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જુમાભાઇ રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.









