મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
મોરબીમાં ઉમા ટાઉનશીપની સામેની શેરીમાં ઘરમાંથી 31 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
મોરબીમાં ઉમા ટાઉનશીપની સામેની શેરીમાં ઘરમાંથી 31 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ શેરીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 31 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 8,100 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ જય અંબે જનરલ સ્ટોર વાળી શેરીમાં રહેતા અર્જુનસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 31 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 8,100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા રહે. જય અંબે જનરલ સ્ટોર વાળી શેરીમાં ઉમા ટાઉનશીપ સામે મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બે બીયરના ટીન સાથે પકડાયો
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસે પનારા પાન વાળી શેરીમાંથી પસાર થઈ રહેલી આઈ 10 કાર નંબર જીજે 10 સીજી 9333 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાં બેઠેકા શખ્સ પાસેથી બે બિયર મળી આવ્યા હતા જેથી કરીને 240 રૂપિયાની કિંમતના બિયરના ટીન તથા 2 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 2,00,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી રાજભાઈ ઈશ્વરભાઈ કાલરીયા (24) રહે. રવાપર ચોકડી શાલીગ્રામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 502 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.









