મોરબીમાં ઉમા ટાઉનશીપની સામેની શેરીમાં ઘરમાંથી 31 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
હળવદ નજીકથી 32 પાડાને કચ્છથી અમદાવાદ બાજુ કતલખાતે લઈ જતું આઇસર ઝડપાયું
SHARE
હળવદ નજીકથી 32 પાડાને કચ્છથી અમદાવાદ બાજુ કતલખાતે લઈ જતું આઇસર ઝડપાયું
માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી આઇસરમાં અબોલ જીવને ભરીને અમદાવાદ બાજુ કતલ કરવા માટે લઈ જવાના છે તેવી બાતમી મોરબી અને હળવદ ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓના આગેવાનોને મળી હતી જેના આધારે વોચ રાખવામા આવી હતી અને હળવદ પોલીસના સહયોગથી આઇસરને રોકીને ચેક કરતાં તેમાંથી કતલ ખાને લઈ જવાતા 32 પાડા મળી આવ્યા હતા જેને બચાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે.
મોરબી અને હળવદના ગૌરક્ષકમ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકને માહિતી મળી હતી કે, કચ્છ બાજુથી માળીયા થઈને અમદાવાદ બાજુ કતલ કરવા માટે આઇસર ગાડીમાં અબોલ જીવને લઈ જવાના છે જેથી કરીને ગૌ રક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબનું આઇસર નંબર જીજે 23 વી 4648 પસાર થઈ રહ્યું હતું તેનો પીછો કરીને આઈસર ગાડીને રોકવામાં આવી હતી અને હળવદ પોલીસના સહયોગથી તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે કચ્છ બાજુથી અબોલ જીવને વાહનમાં ભરીને અમદાવાદમાં કતલ કરવાના ઇરાદે લઇ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું આ ગાડીમાં 32 પાડાને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવ્યા હતા જેથી કરીને આ બાબતે વાહન ચાલકની પૂછપરછ કરતા તેને પાસે અબોલ જીવને લઈ જવા માટેની કોઈપણ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.









