મોરબી નજીકથી ટ્રકમાં કોલસાની આડમાં લઈ જવાતી દારૂની 6696 બોટલના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબી નજીકથી ટ્રકમાં કોલસાની આડમાં લઈ જવાતી દારૂની 6696 બોટલના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબી શનાળા ગામ પાસે આવેલ મેડીકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસ ત્યાં હાજર હોય ટ્રકનો ડ્રાઈવર તેનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી એલસીબીની ટીમે ટ્રકને ચેક કર્યો હતો ત્યારે કોલસાની આડમાં છુપાવીને દારૂની બોટલો લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 6696 બોટલ દારૂ તેમજ ટ્રક સહિત કુલ મળીને 1.09 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં હાલમાં ટ્રકના મલીકને પકડી રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે. અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના કંડલા બાયપાસ તરફથી ટ્રક નં. જીજે 10 ઝેડ 7822 આવે છે જેમે રાજકોટ તરફ દારૂનો જથ્થો જનાર છે. તેવી હક્કિત એલસીબીની ટીમને ગત જૂના મ્હિનામાં મળી હતી જેથી ત્યાં વોચ રાખી હતી અને મળેલ બાતમી મુજબનો ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરતાં તેનો ડ્રાઈવર ટ્રક છોડીને નાસી ગયો હતો ત્યાર બાદ ટ્રકને ચેક કરતાં તેમાં કોલસાની બોરીઓની નીચે દારૂનો જથ્થો ભરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી ટ્રકમાંથી 6696 બોટલ દારૂ જેની કિંમત 89,32,800 તથા ટ્રક સહિત અન્ય મુદામાલ મળીને 1,09,32,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને જે તે સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના માલિક, ડ્રાઇવર, દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં ખુલે તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પહેલા ટ્રકના ડ્રાઈવર કમલેશ ડાયભાઇ ઉલવાને પકડવામાં આવેલ હતો અને હાલમાં એલસીબીની ટીમે ટ્રાન્સફર વોરંટ આધારે ટ્રકના માલિક રાજુભાઇ પરબતભાઇ મોરિ (24) રહે. મોખાણા પ્રાથમિક શાળા પાસે ભણવડ દ્વારકા વાળાનો કબ્જો લઈને ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ કરેલ છે.









