વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક


SHARE





મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક

મોરબીમાં તા.૩૦-૧ ને શુક્રવારના રોઝ ઉર્ષે હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મનાવવામાં આવશે તો તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોને જાણ કરવામાં આવેછે કે મુ. ચાંદ ૧૦ શાબાન સ.હી. ૧૪૪૭ અને અં. તા. ૩૦-૧ શુક્રવારે હજરત પીરે તરીકત અલહાજ સૈયદ સિકંદરમીયા બાવા રહેમતુલ્લાહી અલ્યહે ના ઉર્ષે મુબારક શાનો સૌકત થી માનાવવા આવશે તો તેમાં હિન્દુસ્તાન ના મશહૂર મુકર્રીર તકરીર ફરમાવશે અને દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકારમા સ્ટુડન્ટ બાળકોને ઈનામ અને ઈકરામ આપીને હોસલા બુલંદ કરવામા આવશે, તો તમામ હજરાત આ ઉર્ષે સિકંદરી મા શામીલ થય સિલસિલો કાદરીયાહ જીલ્લાનીયાહને ફૈઝાનથી સવાબે દારૈન હાંસીલ કરશો.

આ ઉર્ષે મુબારક ઉપર નુરાની પ્રોગ્રામ જુમ્માની નમાઝ પછી બપોરે ૩:૩૦ વાગ્યે કુર્રાન ખ્વાની સીદ્દીકી મસ્જીદ પર મા રાખવામાં આવેલ છે ત્યાર બાદ અસરની નમાઝ પછી સાંજે ૫ વાગ્યે શંદલ પોથી ચડાવવામા આવશે મોટા કબ્રસ્તાનમા, ત્યાર બાદ ઈશા નમાઝ બાદ રાત્રે ૧૦ વાગ્યે શાનદાર તકરીરનો પ્રોગામ રાખવામાં આવ્યો છે આ તકરીર દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકાર રહેમતે આલમ રોડ, મદીના સોસાયટી, ફુલછાબ વીસીપરામા રાખવામાં આવ્યો છે.તો તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓ એ હાજરી આપી સવાબે દારૈન હાંસીલ કરશો.શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલરશીદમીયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની હાફીઝ વ કારી સૈયદ હાજી સિકંદરમીંયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની મદની સરકાર ગ્રુપ તરફથી એક અખબાર યાદીમાં જણાવાયું છે.




Latest News