મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે
મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
SHARE
મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 2 માંથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને બાઈક મળીને 20,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે તથા દારૂની બોટલો આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય બંને શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી બાઈક નંબર જીજે 36 ડીએલ 7143 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 5200 ની કિંમતનો દારૂ તથા 15 હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 20,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અનિલભાઈ વાલજીભાઈ નાયકપરા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી ચોક પાસે સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂની આ બોટલો રવિ ઉર્ફે લાલો રામજીભાઈ બામણીયા રહે. વજેપર મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે
મહિલા સારવારમાં
ભુજના લાકડીયા ખાતે લેતા લક્ષ્મીબેન રતાભાઇ પરમાર (52) નામના આધેડ મહિલા ઘરેથી કામ સબબ બહાર બજારમાં નીકળ્યા હતા દરમિયાન ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો તે બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આબેદિન યુસુફભાઈ મજેઠીયા (20), સાકીર યુસુફભાઈ મજેઠીયા (30) અને ગફાર ઇસ્માઈલભાઈ (30) રહે. બધા કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી વાળાઓને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર પાવીયારી પાસે આવેલા સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા હીરાલાલ માલવી (40) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં શરીર અને મોઢાના ભાગે ઇજા થઈ હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે