ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
SHARE
મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મોરબીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે તેઓના હસ્તે રીમોટ કંટ્રોલનું એક બટન દબાવતાની સાથે જ મોરબી શહેર અને જિલ્લામાં 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓએ ખાસ કરીને પોતાની વાતમાં સભાને સંબોધતા કહ્યું હતું કે “વિકાસ કામોના કામમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં” અને મોરબીનો જગવિખ્યાત સિરામિક ઉદ્યોગ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતનું ગૌરવ છે.
મોરબી મહાપાલિકા બન્યા બાદ શહેરનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે સાથો સાથ જિલ્લામાં પણ અનેકવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે અને પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો ગ્રાઉન્ડ ખાતે લોકાર્પણ અને ખાતમહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી દ્વારા રિમોટ કંટ્રોલનું એક બટન દબાવતાની સાથે જ જિલ્લામાં 1042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવ્યું છે આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ત્રિકમભાઈ છાંગા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું જ્યારે કલેક્ટર દ્વારા મોરબી શહેર અને જિલ્લામાં કરવામાં આવી રહેલા વિકાસ કામોની ઝાંખી કરાવવામાં આવી હતી
ત્યાર બાદ લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, નાણાકીય વ્યવસ્થાપન માટે ગુજરાત સમગ્ર દેશની અંદર નંબર વન છે અને મોરબીનો સિરામિક ઉદ્યોગ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ દેશનું ગૌરવ છે ત્યારે સિરામિક સિટીની અંદર તમામ પ્રકારની સુવિધાઓ મળે તેના માટે ઓવરબ્રિજ, કેનાલનું બોક્સ કન્વર્ટ, રોડ રસ્તા સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે સાથોસાથ ઐતિહાસિક ઇમરતોને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવી રહી છે. અને લોકોની પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપીને મોરબીનો સતત વિકાસ કરવાનો છે પરંતુ મોરબીને જે કરોડો રૂપિયા આપવામાં આવેલ છે તેના વિકાસ કામોમાં કોઈપણ જગ્યાએ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી તેવી ટકોર મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓને કરવામાં આવી હતી.
ખાસ કરીને સ્વચ્છતા બાબતે તેઓએ ભાર મુકતા જણાવ્યું હતું કે શહેર અને જિલ્લાને સ્વચ્છ રાખવામાં બધાએ સહકાર આપવાની જરૂર છે અને સ્વચ્છતા માટે કોઈ કામ કરવાના હોય તો તેના માટે રાજ્ય સરકારમાં પાસે માંગશો ત્યારે તાબડતોબ ગ્રાન્ટ પાડવામાં આવશે આટલું જ નહીં વર્ષ 20147 માં વિકસિત ભારતનો જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે તેને સાકાર કરવા માટે થઈને વિકસિત ભારતની લીડ ગુજરાતને જ લેવી પડશે તેવું પણ આહવાન મુખ્યમંત્રી દ્વારા મોરબીના મંચ ઉપરથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને મેઘજીભાઈ ચાવડા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારીયા અને બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, આરએસએસ ના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેસીયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ કૂંડારીયા અને અજયભાઈ મારવાણીયા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતીયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ અને સમગ્ર મોરબી શહેર તથા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા.









