હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ


SHARE









મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ શખ્સો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેને તોડી પાડવા માટે આજે તંત્રો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને ત્રણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે

સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ સરકારી જમીન ઉપર કે ગૌચરની જમીન ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે થઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી શહેરના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા તથા જીગર નામના બે શખ્સો કે જેની સામે મારામારી, પ્રોહિબિશન વિગેરેના ગુના નોંધાયેલા છે આ શખ્સો દ્વારા જુદી જુદી ચાર જગ્યા ઉપર ત્રણ પાકા મકાન અને એક જગ્યાએ પતરની આડસ કરીને ડેલા જેવું દબાણ કર્યું હતું આ ચારેય જગ્યા ઉપર આજે મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓની હાજરીમાં 3 જેસીબીને કામે રાખીને તમામ પ્રકારના દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કુલ મળીને 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને આજે તોડી પાડવામાં આવેલ છે અને સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરીને અંદાજે 65 લાખ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આવી જ રીતે મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યો હશે તો ટી દબાણ તોડીને કરવામાં આવશે તેવું ડીવાયએસપી જે.એમ.આલએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું




Latest News