મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત
SHARE
મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત
મોરબી નજીકના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા તા.૨૩-૧ ના રોજ શિવરાત્રી નિમિતે યોજાનાર લોકમેળા માટે થયેલ હરાજીમાં ગેરરીત કરવામાં આવી છે તેવા આક્ષેપની સાથે યોગ્ય રાહે તપાસ કરવામાં માંગ સાથે ટીડીઓને લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી સામાકાંઠે રહેતા વિવેક જયંતીલાલ મીરાણીએ ટીડીઓને લેખીતમાં કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે, મોરબી નજીકના જાંબુડિયા ગામે રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતા લોકમેળાની હરાજી નિયમો વિરુદ્ધ થયેલ છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા ન્યુઝ પેપેરની જાહેર હરાજી માટે પુરતો સમય આપવામાં આવેલ નથી, લોકમેળા વાળી જગ્યા ગ્રામ પંચાયતની માલિકીની નથી તેવી જગ્યાએ હરાજી કરીને કરવામાં આવી રજી વેચાણ દસ્તાવેજ વાળા પ્લોટમાં ખાનગી માલિકોની પરવાનગી લીધા વગર જગ્યા અન્ય લોકમેળા માટે ફાળવામાં આવેલ છે.
લોકમેળાની અમુક જગ્યા સરકારી ખરાબાની છે તે જગ્યા મામલતદાર અથવા રેવન્યુ ઓથોરીટી પરવાનગી વિના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તે પણ કાયદા વિરુધ્ધ છે.લોકમેળા વાળી જગ્યાની ખરેખર માલિકી કોની છે ? અને તેની પરવાનગી આવ્યા બાદ લોકમેળાનું આયોજન અને હરાજી કરી શકાય લોકમેળાનું આયોજન કરેલ જગ્યાનો લે આઉટ્ પ્લાન અને આયોજન વાળી જગ્યામાં કેટલા પ્લોટ પાડવામાં આવશે અને કેટલી રાઈડ ચલાવવાની રહેશે ? તેવી બાબતો જાહેર હરાજી વાળી જગ્યાએ પંચાયત સ્થળ કે મેળાના સ્થળ જાહેર કરેલ નથી.ગ્રામ પંચાયતને કોઈ એવા પાવર નથી કે રેવન્યુ ઓથોરીટીની મંજુરી વિના લોકમેળા કરે.આમ પંચાયતે સત્તાનો દુરઉપયોગ કરેલ છે જે અંગે તપાસ કરવા ટીડીઓ સમક્ષ માંગ કર છે.









