ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ
વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
SHARE
વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
જર્મનીના નાગરીક કાર્લ સાયકલ ઉપર વર્લ્ડ ટુર કરવા નિકળ્યા છે.ત્યારે તેઓ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર સાયકલ ઉપર કરી રહ્યા છે.તેઓ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ મહારાષ્ટ્ર જવા રવાના થશે.કચ્છથી સોમનાથની સફર કરતી વખતે તેઓ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા હતા.તેમની સાથે તેમના ભારતીય ગાઈડ ઉત્તરપ્રદેશના આશીષકુમાર જોડાયા હતા.મોરબી જલારામ ધામ દ્વારા તેઓની રહેવા-જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓએ પૂ.જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મોરબી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા તેઓને પૂ.જલારામ બાપાના જીવન ચરિત્ર તેમજ મોરબી જલારામ ધામના સેવાકાર્યો વિશે માહીતી આપવામાં આવી હતી.આ તકે મોરબી શ્રી જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, અનીલભાઈ ગોવાણી, રાજભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓએ વિદેશી મહેમાનની મહેમાનગતિ પ્રદાન કરી હતી









