હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે
ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ
SHARE
ઘોર કળિયુગ :ટંકારા તાલુકામાં બનેલો બનાવ, સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જે બાબતે મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરે છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વર્તમાન સમયમાં સમાજ માટે લાલબત્તી કહી શકાય તેવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે દરમિયાન ટંકારા તાલુકા વિસ્તારમાં રહેતી મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને તેના પતિએ તેની ૧૪ વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ આપી હતી.જેથી કરીને ટંકારા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ આરોપીના રીમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી હોવાની માહિતી ડીવાયએસપી સમીર સારડાએ આપી હતી.વધુમાં મળતી માહિતી મુજબ બનાવ જ્યારે બન્યો હતો ત્યારે સગીરા રાત્રે તેની માતા પાસે સૂતી હતી અને ત્યારે સગીરાને તેના પિતાએ નિર્વસ્ત્ર કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.ત્યારે સગીરાએ રાડ પાડતા તેની માતા ઉઠી ગઈ હતી અને આરોપી પિતા સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધેલ છે.









