વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ
SHARE
મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ
મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગરની ગોકુલનગર વસ્તીમાં તા.૨૧ ના રોજ મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સમ્મેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમ્મેલનમાં સંતોનું સન્માન, વસ્તીના અગ્રણી અને પ્રતિષ્ઠિત નાગરિકોના પ્રેરક પ્રવચનો તેમજ સંઘના વક્તા દ્વારા માર્ગદર્શનસભર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિસ્તારના બહોળી સંખ્યામાં બહેનો-ભાઈઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી પરિપૂર્ણ બન્યું હતું.
કાર્યક્રમની વિશેષ બાબત તરીકે ઉલ્લેખનીય છે કે અગાઉ મંદિર ખાતે પંચ પરિવર્તન વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.તેના સકારાત્મક પરિણામ સ્વરૂપે વિસ્તારના વિવિધ મંડળોના પ્રમુખો અને સંઘના કાર્યકર્તાઓએ આગળ આવીને જાહેર સંકલ્પ વ્યક્ત કર્યો કે હવે તેમના દરેક સામાજિક તથા ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવામાં આવશે.આ સંકલ્પને સાકારરૂપ આપવા માટે તેમણે સ્ટીલના વાસણો પ્રદર્શનરૂપે રજૂ કર્યા હતા.જેનો ઉપયોગ તે જ દિવસે ભોજન પ્રસંગે કરવામાં આવ્યો હતો.આ હિન્દુ સમ્મેલન દ્વારા સમાજમાં સંસ્કાર, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ તથા સામૂહિક જવાબદારીના મૂલ્યોને મજબૂત કરવાનો સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો.









