ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ
SHARE
ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર એકથી એક ચડિયાતી સાંસ્કૃતિક કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી તે જોઈને વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને છેલ્લા વર્ષ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાઓની અંદર વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર ભારતદેશની અંદર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલી પીએમસી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચલીસા, રાજસ્થાની નૃત્ય, ગરબા સહિત એકથી એક ચડિયાતી કૃતિઓ લોકોની સમક્ષ રજૂ કરવામાં આવી હતી જે જોઈને કાર્યક્રમ જોવા માટે થઈને આવેલા આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓના વાલી સહિતના ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ તકે છેલ્લા વર્ષ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તેમજ શાળાના અન્ય કોઈપણ કાર્યક્રમની અંદર છુટા હાથે દાન આપતા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા સાહિત સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમને તૈયાર કરવા માટે શાળાના જ શિક્ષકો દ્વારા ખૂબ જ મત ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ અને આમંત્રિત મહેમાનો સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેની તમામ લોકોએ પ્રશંસા કરી હતી