મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો
વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરવામાં આવતા હોય છે ત્યારે મોરબીમાં આવેલ સવસર પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધે સોશિયલ મીડિયા મારફતે સોલાર માટેની જાહેરાત જોઈ હતી અને ત્યારબાદ સોલાર ફીટ કરવા માટે થઈને વાતચીત કરતા તેને વિશ્વાસમાં લઈને સામેવાળાએ તેની પાસેથી 16,233 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા જોકે વૃદ્ધને ત્યાં સોલાર ફીટ કરવામાં આવેલ નથી અને તેને રૂપિયા પાછા આપવામાં આવ્યા નથી જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં આવેલ સવસર પ્લોટ શેરી નંબર 12 માં રહેતા હિતેશભાઈ અનિલભાઈ સંઘવી (59)એ આઇસીઆઇસીઆઇ બેન્ક ના એકાઉન્ટ ધારક તથા તપાસમાં જે ખુલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે પોતાના મકાન ખાતે ફરીયાદીએ સોલાર ફીટ કરવા ઇન્ટીફાય સોલાર પીવીટી એલટીડી નામની સોશિયલ મીડિયા મારફતે જાહેરાત જોઈ હતી અને ત્યારબાદ સોલાર ફીટ કરવા માટે થઈને આરોપીએ તેને વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી 16,233 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદીને ત્યાં સોલાર ફીટ કરવામાં આવેલ નથી અને તેને તેના પૈસા પાછા આપવામાં આવેલ નથી જેથી ફરિયાદી સાથે ઓનલાઇન ફ્રોડ કરવામાં આવ્યું હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.