મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી
મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો
SHARE
મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો
મોરબીના લાલપર ગામ પાસે આવેલ હોટલ ધરાવતા યુવાન સાથે સમાધાનની વાતચીત કરવા માટે આવેલા ચાર શખ્સો દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને યુવાને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે પાઇપ વડે હોટલના માલિક તથા અન્ય એક વ્યક્તિ આમ કુલ બે લોકોને માથામાં અને કપાળના ભાગે માર માર્યો હતો. જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી નજીકના લાલપર ગામે નવાપરા પ્લોટ વિસ્તારમાં રહેતા મયુરભાઈ રતિલાલભાઈ અઘારા (36)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ ભરવાડ રહે. રફાળેશ્વર અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તે પોતાની લાલપર ગામ પાસે આવેલ સંત કૃપા હોટલ ખાતે હતા ત્યારે ચારેય આરોપીઓ ત્યાં સમાધાનની વાતચીત કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે આરોપી મહેશભાઈ ભરવાડે ફરિયાદીને ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા મહેશભાઈ તથા તેની સાથે આવેલા ત્રણ શખ્સો આમ કુલ ચારેય શખ્સોએ ફરિયાદીને ઢિકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારે ફરિયાદીને બચાવવા વચ્ચે બચાવવા પડેલ સત્યમ પ્રજાપતિને આરોપી મહેશભાઈ ભરવાડે લોખંડના પાઇપ પડે કપાળના ભાગે મારમારીને ઈજા કરી હતી તેમજ ફરિયાદીને માથામાં પાઇપ મારતા માથામાં ચાર ટાંકા આવ્યા હતા જેથી સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે