મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ
SHARE
મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મનુભાઈ પાર્કમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 72 બોટલ મળી આવતા પોલીસે 23,520 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કની બાજુમાં મનુભાઈ પાર્કમાં રહેતા નિલેશભાઈ વાળા ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 72 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 23,520 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા રહે સનાળા બાયપાસ રોડ તુલસી પાર્કની બાજુમાં મનુભાઈ પાર્ક મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે