વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત


SHARE





મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત

મોરબી શહેરના લાતી પ્લોટમાં કોઈ કારણોસર આધેડ પડી જતા તેનું મોત નીપજયુ હતું જ્યારે ભડીયાદ રોડ ઉપર વણકર સમાજની વાડી પાસે રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો પડ્યા બાદ તેનું મોત નીપજ્યું છે અને વાંકાનેર નજીક કારખાનાની સામેના ભાગમાં અવાવરું જગ્યામાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કર્યો છે.

મોરબીમાં રહેતા શ્રીકાંતભાઈ શિવરામભાઈ (50) નામના આધેડ મોરબીના લાતી પ્લોટ વિસ્તારની અંદર હતા ત્યારે ત્યાં કોઈપણ કારણોસર અકસ્માતે તે પડી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગળાફાંસો ખાઈને આપઘાત

વાંકાનેર નજીક આવેલ ફ્યુચર રિફેકટરીમાં રહેતા અક્ષયભાઈ ભુરાભાઈ દેવધાના પત્ની લલીતાબેન અક્ષયભાઈ દેવધા (21)એ કારખાનાની સામેના ભાગમાં આવેલ અવાવરું જગ્યામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છાતીમાં દુખાવા બાદ વૃધ્ધનું મોત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ વણકર સમાજની વાડી પાસે રહેતા જેઠાભાઇ હીરાભાઈ પરમાર (60) નામના વૃદ્ધને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News