મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડુઆતે કરેલ દાવાના હુકમ સામે દુકાનના માલિકે કરેલી અપીલને ડિસ્ટ્રીકટ કોર્ટે કરી રદ


SHARE









મોરબીમાં ભાડુઆતે કરેલ દાવાના હુકમ સામે દુકાનના માલિકે કરેલી અપીલને ડિસ્ટ્રીકટ કોર્ટે કરી રદ

મોરબીમાં ભાડુઆતે દુકાન પાડી ફરી ચણવા માટે અને રીપેરીંગ કરવા માટે પરવાનગી મેળવવા માટે દુકાનના માલિકના વારસદાર સામે મોરબીની સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો જેમાં નીચેની કોર્ટે કરેલ હુકમને કાયમ રાખીને ડિસ્ટ્રીકટ કોર્ટે દુકાનના માલીકે કરેલી અપીલ રદ કરી છે.

મોરબીમાં રવાપર રોડ પર આવેલ સ્વ.દાનાભાઈ હીરાભાઈ ભંખોડીયાની ગણેશભુવનના નામની મિલ્કતના કોર્નર/ ખુણામાં આવેલ મનહરલાલ કેશવલાલ કોટકના ભાડુઆતી કબજા ભોગવટા વાળી દુકાન જર્જરીત અને દુકાનમાં બેસીના શકાય તેવી દુકાન પાડી ફરી નવી ચણી દુકાનનો કબજો સોપવા, દુકાન રીપેરીંગ કરી આપવા અથવા તો ભાડુઆતને દુકાન પાડી ફરી ચણવા માટે રીપેરીંગ કરવા પરવાનગી મેળવવા મોરબીની સિવિલ કોર્ટમાં રે.દિવાની.કેશ નં-૧૧૮/૨૦૧૦ થી ભાડુઆત મનહરલાલ કેશવલાલ કોટકે દુકાન માલીક સ્વ.દાનાભાઈ હીરાભાઈ ભંખોડીયાના પુત્ર વાલજીભાઈ રઘુભાઈ ભંખોડીયા સામે દાવો દાખલ કરેલ હતો જે દાવો નામદાર ટ્રાયલ (નીચેની) કોર્ટે તા. ૨૦/૧૧/૨૦૧૭ ના રોજ હુકમ કરી વાદીનો દાવો મંજુર કરી અને એવો હુકમ કર્યો હતો કે, દુકાન માલીક પોતાની માલીકીની અને મનહરલાલ કેશવલાલ કોટકના ભાડુઆતી કબજા ભોગવટા વાળી મિલ્કતનો જોખમી ભાગ પાડી અને ફરીથી ચણી રીપેરીંગ કરી આપવા અંગે વાદી/ ભાડુઆત મનહરલાલ કેશવલાલ કોટક હકકદાર અને અધીકાર ધરાવતા છે તેવુ ઠરાવી આપી અને દુકાન માલીકના વારસદાર વહિવટ કર્તા વાલજીભાઈ રઘુભાઈ ભંખોડીયાએ મનહરલાલ કેશવલાલ કોટકની ભાડુઆતી કબજા ભોગવટા વાળી દુકાનનો જોખમી ભાગ પાડી ફરી સારી તેજ સ્થિતી માં ચણી આપી અને ભાડુતને તેનો કબજા ભોગવટો સોપી આપવા અંગેનો દુકાનના માલીકને આદેશાત્મક હુકમ કોર્ટે કર્યો હતો.

જેની સામે દુકાન માલીક વાલજીભાઈ રઘુભાઈ ભંખોડીયાએ મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં દિવાની અપીલ નં-૬/૨૦૧૮ થી અપીલ દાખલ કરેલ હતી જે અપીલ ડિસ્ટ્રીકટ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબે બન્ને પક્ષકારોના વકીલની દલીલ સાંભળી એપેલેન્ટની અપીલ તા.૧૧/૩/૨૦૨૬ ના રોજ રદ કરી ભાડુઆત/ રીસ્પોડન્ટના વિધ્વાન વકીલ નિકુંજભાઇ પી. કોટકની દલીલ ગ્રાહય રાખી હતી અને નીચેની ટ્રાયલ કોર્ટે કરેલ હુકમ માન્ય રાખીને નીચેની ટ્રાયલ કોર્ટે કરેલ હુકમ મંજુર રાખવામાં આવેલ છે. અને મૂળદાવાના વાદી તથા અપીલના કામે ભાડુઆત/ રીસ્પોડન્ટના વકીલ તરીકે જાણીતા સિનીયર વિધ્વાન વકીલ નિકુંજભાઈ કોટક તથા તેમની ટીમના વકિલ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા તથા વિશાલભાઈ ચાવડા રોકાયેલ હતા.




Latest News