મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળીને એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી નીચે ઝંપલાવીને મહિલાએ કર્યો આપઘાત


SHARE









મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળીને એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી નીચે ઝંપલાવીને મહિલાએ કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં આવેલ ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળીને એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને તે મહિલાનું મોતી નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં આવેલ ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 201 માં રહેતી અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી (28) નામની મહિલાએ ઓમકાર રેસીડેન્સીની અગાસી ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને મહિલાને શરીરે ગંભીર થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક મહિલાના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી (30) રહે. મૂળ મધ્ય પદેશ હાલ રહે. સુરત વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા છેલ્લા પાંચેક વર્ષથી એકલી રહેતી હોય એકલવાયા જીવનથી કંટાળી જઈને તેણે ઓમકાર રેસીડેન્સીના ધાબા ઉપરથી નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે તેવી વિગત સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા સવિતાબેન બાબુભાઈ ઉપસરીયા (67) તથા કિશન બાબુભાઈ ઉપસરીયા (25) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીમાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે રહેતા નરેશભાઈ દેવાભાઈ ઝાલા (40) નામના યુવાનને ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી લીધી

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જનકભાઈની વાડીએ સંગીતાબેન રાહુલભાઈ નાયકા (18) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા શંકરભાઈ છગનભાઈ વસિયાણી (63) નામના વૃદ્ધ બાઈક લઈને ગામમાં આવેલ જીન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News