મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલા સહિતના 8 આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલા સહિતના 8 આરોપી જેલ હવાલે

મોરબીમાં આવેલ સત્ય બી એપાર્ટમેન્ટની અગાસી ઉપર થોડા દિવસો પહેલા વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ વૃદ્ધના ઘરમાંથી સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેમાં વૃદ્ધાને એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય લોકોમાંથી એક મહિલા સહિત 8 વ્યક્તિ ધમકીઓ આપીને હેરાન પરેશાન કરતાં હતા જેનાથી કંટાળીને તેઓએ આપઘાત કર્યો છે તેવો ઉલેખ કર્યો હતો હતો જેથી મૃતક વૃદ્ધાના દીકરાની ફરિયાદ લઈને પોલીસે વૃદ્ધને મારવા માટે મજબૂર કરનારાઓની સામે ગુનો નોંધીને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન રહે. બધા કંડલા બાયપાસ સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવાર સાથે અગાઉ વર્ષ 2024 માં ઝઘડો કર્યો હતો અને સમાધાન કરવાનું કહીને એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવીને તેઓની સાથે મારા મારી કરી હતી ત્યારે પણ ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) ને અવારનવાર ફરિયાદીની હાજરીમાં તથા ગેરહાજરીમાં ધાક ધમકીઓ આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારને નુકસાન કરવાની ધમકી આપવામાં આવતી હતી જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના ટોર્ચરથી કંટાળીને ફરિયાદીના માતા સવિતાબેન પાંચોટિયાએ ગત તા. 5/3/25 ના રોજ એપાર્ટમેન્ટના ધાબા ઉપર જઈને ત્યાં સીડી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

ત્યાર બાદ વૃદ્ધના ઘરમાંથી તેને લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને વૃદ્ધાને મારવા માટે મજબૂર કરવાનો એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો અને તપાસનીસ અધિકારી દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક આ ગુનામાં મહિલા સહિત કુલ 8 આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને મોરબીની કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News