મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના અમૃત પાર્ક પાસે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીના અમૃત પાર્ક પાસે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 76,350 ની રોકડ સાથે પકડાયા

મોરબીના રણછોડનગર પાસે આવેલ અમૃત પાર્ક વિસ્તારમાં મફતીયાપરામાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 76,350 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો વધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રણછોડનગર પાસે આવેલ અમૃત પાર્ક વિસ્તારમાં મફતિયાપરા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અસ્લમભાઈ કાસમભાઈ દલવાણી (36) રહે મહેન્દ્રપરા મોરબી, વિમલભાઈ ઉર્ફે વિપુલ નટુભાઈ સોલંકી (44) રહે. વાવડી રોડ ઉમિયા સોસાયટી મોરબી, રાજેશકુમાર સુભાષભાઈ ચૌબે (36) રહે મહેન્દ્રપરા ચોક વાવડી રોડ શેરી નંબર 14 મોરબી, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા (44) રહે. લાતી પ્લોટ શેરી નંબર 12 મોરબી, યાકુબખાન અબ્દુલખાલીબ ખાન (44) રહે રણછોડ નગર અમૃત પાર્ક સોસાયટી મોરબી તથા આર્યન બાલુભાઈ ખીટ (19) રહે મહેન્દ્રપરા શેરી નંબર 11 વાળા જુગાર રમતા મળી આવ્યા હતાં જેથી પોલીસે તેની પાસેથી 76,350 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે રહેતી સગુણાબેન જયરાજભાઈ સાકરીયા નામની ૨૭ વર્ષની યુવતી રોડ ક્રોસ કરીને શિવમ પ્લાઝા બાજુ જતી હતી ત્યારે રસ્તામાં બાઈક નંબર જીજે ૩૬ એઇ ૪૫૯૫ ના ચાલાકે તેને હડફેટે લેતા ઇજા પામેલ હોય સારવાર માટે લઈ જવામાં આવી હતી.બી ડિવિઝનના  મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે ધાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતો આનંદ દશરથભાઈ દેગામા નામનો સાત વર્ષનો બાળક પાડોશી સાથે બાઈકમાં બેસીને વાડી બાજુ જતો હતો ત્યારે ઘર નજીક તેમના બાઇક આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થતા ઇજા પામ્યો હોય અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કંડલા બાયપાસ ખાતે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં મહેન્દ્રભાઈ પરબતભાઈ ડાંગર નામના ૪૨ વર્ષના યુવાનને ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.




Latest News