મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને અકળ કારણોસર મોત વહાલું કર્યું


SHARE













મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત થયું હતું જ્યારે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા યુવાનને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આસેવકગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.આર. ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યા છે જયારે વાંકાનેરના જેતપરડા ગામે રહેતા મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસાણીયા (42) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને બેભાન અવસ્થામાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં રહેતા ગુગાભાઈ અરજણભાઈ ધામેચા (40) નામના યુવાનને ટીકર રણ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે રહેતા હાર્દિકભાઈ રઘુભાઈ જિંજવાડીયા (19) નામના યુવાનને વરડુસરની સીમમાં થયેલ મારામારીના બનાવમાં માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News