મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રજાસતાક નિમિતે ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાના હસ્તે તિરંગો લહેરાવીને સલામી આપાઈ


SHARE







મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રજાસતાક નિમિતે ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાના હસ્તે તિરંગો લહેરાવીને સલામી આપાઈ

૭૭માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે મોરબી જિલ્લા પંચાયત ભવનના પટાંગણ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાલાલ ટમારીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.

આ પ્રસંગે હિરાભાઈ ટમારીયાએ જણાવ્યુ હતું કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું છે અને ભારત એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યુ અને આપણા દેશના મહાન ક્રાંતિકારીઓ/ દેશભક્તોને યાદ કરી તેમણે આપેલ બલિદાન અને સઘર્ષને કારણે આજે આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ. ખાસ કરીને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે તેમ કહી આજના આ રાષ્ટ્રીય પર્વે આપણી ફરજ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવા, "વિકસિત ભારત @ 2047" ના સ્વપ્નને સાકાર કરવા આપણા જિલ્લા સ્તરે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા, દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ કવોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટીફીકેટમાં ઉત્તમ ગુણ મેળવવા બદલ ધરમપુર અને હમીરપર ગામના આરોગ્ય આયુષ્માન મંદિરની ટીમને તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઢુવાના ફીમેલ હેલ્થ વર્કરને કુટુંબ કલ્યાણ કામગીરી અંતર્ગત કુટુંબ નિયોજનની શ્રેષ્ઠ કામગીરી બદલ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબીના ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરને છેલ્લા ૧૦ વર્ષથી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી એન.એસ.ગઢવીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, અધિકારીઓ/ કર્મચારીઓ, શાળાના ભૂલકાઓ તેમજ અન્ય મહેમાનો  સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 






Latest News