Morbi Today
મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ કે અન્ય વિશેષ સિદ્ધિઓ મેળવેલ બાળકોને વાલીઓની હાજરીમાં શાળા તરફથી સન્માન પત્રક આપવામાં આવેલ હતું. શાળાના તમામ શિક્ષકો તેમજ વાલીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના મુખ્ય સંચાલક કિશોરભાઈ શુક્લએ પંચ પરિવર્તનની વાત કરી હતી અને અંતે સહ સંચાલક પ્રમોદસિંહ રાણાએ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.









