મોરબીની નેક્સિયન કંપનીમાં 77 મો ગણતંત્ર દિવસ ઉજવાયો: કર્મચારીઓનું કરાયું સન્માન
મોરબીના રોટરીનગર (અ) ગામે પ્રાથમિક શાળામાં ગામની સૌથી વધુ ભણેલી બે દીકરીઓના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ
SHARE
મોરબીના રોટરીનગર (અ) ગામે પ્રાથમિક શાળામાં ગામની સૌથી વધુ ભણેલી બે દીકરીઓના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ
કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકાના રોટરીગ્રામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગામમાં સૌથી વધુ ભણેલ બે દીકરીઓના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બાળકો માટે વિવિધ રમતોનું પણ આયોજન કર્યું હતું જેમાં વિજેતા બનેલા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા
મોરબી તાલુકાના શ્રી રોટરીગ્રામ (અ.) ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ૭૭ માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગામમાં સૌથી વધુ ભણેલ બે દીકરીઓ સ્નેહા પાંચોટિયા અને શ્વેતા માકાસણાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. અને બંને દીકરીઓને શાળાના આચાર્ય સરડવા મણિલાલ વાલજીભાઈએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી. શાળા ની વિધાર્થીની દષ્ટિ અને ચાર્મી એ પ્રજાસત્તાક પર્વ ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ તકે દરેક ધોરણ ના બાળકો માટે અલગ અલગ રમત નું આયોજન મદદનીશ શિક્ષક વિનુભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. અને દરેક રમતમાં ત્રણ નંબર ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો ગામની નજીક આવેલ રાજલ લેમિનેટ પ્રા.લી. તરફથી બધા માટે નાસ્તા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને છેલ્લે આભાર વિધિ આદ્રોજા ગજાનન અમરશીભાઈ દ્વારા કરવામાં આવી હતી.









