મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ
SHARE
વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ
વાંકાનેર તાલુકાની પી.એમ. શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે 51 દીકરી દ્વારા શાળામાં 51 વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એપેક્ષ હોસ્પિટલના ડો. મનુભાઈ પારિયા, ડૉ. સાવનભાઈ કાસુન્દ્રા અને તેમની ટીમ હાજર રહી હતી આ ઉપરાંત સરપંચ મનુભાઈ, માજી સરપંચ મનસુખભાઈ, માજી સરપંચ સંજયભાઈ, સીઆરસી નરેન્દ્રભાઇ, એસએમસી અધ્યક્ષ અશોકભાઇ પંચાસરા હાજર રહ્યાં હતા. અને 25 બાળકોને સ્પોર્ટ્સ ડે નિમિતે શીલ્ડ મોમેન્ટો આપવામાં આવ્યા હતા આ ક્રાર્યકમનુ સંચાલન ગાયત્રીબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ માટે આચાર્ય ચિરાગભાઈ પંડ્યા સહિતની ટિમ દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.









