મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી
SHARE
મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી
મોરબીના શ્રી કરિયાણા મર્ચન્ટ એસોસિયેશનની મિટિંગ મળી હતી અને જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સહિતના અન્ય હોદ્દેદારોની વરણીઓ કરવામાં આવી હતી.
મોરબીના કરિયાણા મર્ચન્ટ એસોસિએશનની નવી વરાયેલી ટીમમાં પ્રમુખ તરીકે સચિનભાઈ વોરા (ભગત) ની વરણી કરવામાં આવેલ છે.જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ પદે મનીષભાઈ હીરાણીની, મંત્રી પદે હિતેનભાઈ પલાણ, સહમંત્રી પદે વિમલભાઈ પલાણ, ખજાનચી તરીકે જીગ્નેશભાઈ માનસેતા, સહ ખજાનચી તરીકે રાજનભાઈ માનસેતાની વરણી કરવામાં આવેલ છે.જ્યારે કારોબારી સભ્યો તરીકે મુકેશભાઈ ચંદારાણા, સાગરભાઇ પુજારા, મિતુલભાઈ કોટક, જયેશભાઈ કોટેચા અને કૌશિકભાઇ પટેલની વરણી કરવામાં આવેલ છે.જેને સર્વ સભ્ય દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.વધુમાં એસોસિએશનના પ્રમુખ સચિનભાઈ વોરા દ્વારા સર્વે સભ્યોને જણાવવામાં આવેલ છે કે જે કોઈ કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સભ્યને ફૂડ લાઇસન્સ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે ફૂડ લાઇસન્સ કઢાવી લેવાના રહેશે.તેમજ જો આપની નોંધણી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનમાં ન થયેલી હોય તો તમારી નોંધણી કરાવી દેશો.તેમ પ્રમુખ અને મંત્રીએ યાદીમાં જણાવેલ છે.વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ સચિનભાઈ (મો.૯૮૭૯૮ ૮૦૦૦૮), ઉપપ્રમુખ મનીષભાઈ હીરાણી (મો.૯૮૨૫૦ ૯૪૫૬૦) અથવા મંત્રી હિતેનભાઈ પલાણ (મો.૯૮૨૫૨ ૧૦૬૦) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.









