મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ


SHARE











મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ

મોરબી તાલુકાના ગાળા અને બાદરગઢ ગામ પાસે જુદી જુદી જગ્યાએ પાર્ક કરવામાં આવેલા ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનોની ડીઝલ ટેંક તોડીને તેમાંથી કુલ મળીને 970 લીટર જેટલા ડીઝલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે સમા ગેંગ ના બે શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરી કરીને મેળવેલ ડીઝલ અને તેના વેચાણથી મેળવેલ રૂપિયા સહિત કુલ મળીને 63250 રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે અને એક આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ ચાલી રહી છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા તથા બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદી જુદી બે જગ્યા ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન સ્વિફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા વાહનોના ડીઝલ ટેન્ક તોડીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી અને કુલ મળીને 970 લીટર જેટલા ડીઝલની ચોરી કરવામાં આવેલ હતી જેથી આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી-જુદી બે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે થઈને તપાસ શરૂ કરી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આ ગુનામાં બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે અને તેની પાસેથી ચોરી કરેલ ડીઝલ પૈકી 175 લિટર ડીઝલનો જથ્થો જેની કિંમત 15,750 તથા ડીઝલનું વેચાણ કરીને મેળવેલા 47,500 આમ કુલ મળીને 63,250 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીઓમાં ચોરી કરનાર અયુબ મલુક સમા રહે. નાના દીનારા તાલુકો ભુજ તથા ચોરી કરેલ ડીઝલનો જથ્થો લેનાર પ્રદીપભાઈ અમુભાઈ મિયાત્રા નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે. અને પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અસલમ ઉર્ફે અનવર કમાલ સમા રહે. કોટડા તાલુકો ભુજ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ દ્વારા હાઇવે રોડ ઉપર તેમજ પાર્કિંગમાં પડેલા વાહનોને ટાર્ગેટ કરીને તેની ડીઝલ ટેન્કના ઢાંકણાના લોક તોડીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોય છે અને હાલમાં જે અયુબ સમા નામના આરોપીને પકડવામાં આવેલ છે તેની સામે ભુજ, નલિયા, ભચાઉ, પધર અને માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા 13 જેટલા ગુના નોંધાયેલા છે હાલમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News