મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન


SHARE











મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ૭૭ મા ગણતંત્ર દિવસની ઉજવણી નવયુગ સંકુલ, વિરપર મુકામે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ બદ્રકિયા (જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, આરએસએસ) ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. તેમણે પોતાના પ્રવચનમાં પર્યાવરણનું જતન એ આજના સમયની માંગ છેએમ જણાવી પંચ પરિવર્તનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ કહ્યું હતું કે, “નાગરિક કર્તવ્ય એ જ આજના દિવસે સાચી દેશભક્તિ છે.આ તકે ભારત માતા પૂજન તથા ભારત માતાની આરતી કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

એનસીસી બોયઝ બટાલિયન તથા એનસીસી ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને ઉજાગર કરતા સમૂહગાન, નૃત્ય, ડ્રામા, વક્તૃત્વ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.વિજેતા વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. મોરબી નવયુગ વિદ્યાલય ખાતે ડો. ઉત્સવભાઈ દવે (દરબારગઢ ઉપનગર કાર્યવાહ, આરએસએસ) એ રાષ્ટ્ર ધ્વજને સલામી આપીને પ્રવચન દ્વારા રાષ્ટ્રને મજબૂત બનાવવા, પરિવાર અને સંયુક્ત કુટુંબનું મહત્વ, દેશભક્તિ, શિસ્ત તથા સેવાભાવ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આરએસએસના કાર્યો અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતુ.

આ ઉજવણીમાં રાષ્ટ્રગીત, દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો તથા શપથ જેવા કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.શાળા-કોલેજના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જયારે નવયુગ પ્રિ સ્કૂલ ઇન્ટરનેશનલમાં ધ્વજ વંદન સાથે નાના ભૂલકાઓની વેશભૂષા દ્વારા  દેશભક્તિ સ્પીચ આપેલ.સર્વે કાર્યક્રમો સરકારની ગાઈડલાઈન્સ મુજબ શિસ્ત અને ઉત્સાહ સાથે યોજાયા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા રંજનબેન કાંજીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને ઉત્સાહ વધાર્યો. મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News