મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત

રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ યુવાને રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ક્રેટા ગાડીને ચાલકે તે યુવાનની રીક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વજેપર શેરી નંબર 15 માં રહેતા માલતીબેન જયંતીભાઈ ખાણર (32)એ હાલમાં ક્રેટા ગાડી નંબર જીજે 20 સીબી 7777 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે જય દ્વારકાધીશ હોટલ સામે રસ્તા ઉપરથી તેઓના પતિ જયંતીભાઈ નરસીભાઈ ખાણર પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે એડબલ્યુ 0246 લઈને પસાર થઈ રહ્યા હતા દરમ્યાન ક્રેટા કારના ચાલકે તેઓની રીક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના બેલા ગામ પાસે સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઋષભભાઈ રાયમલભાઈ જાદવ (20) નામના યુવાનને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સિરામિક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાજવીર ઉદયભાઇ, છોટુ ઉદયભાઇ, સુમન ઉદયભાઇ અને ચંદન મહંતો નામના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News