ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
SHARE
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા ઉપર ટોલ ભર્યા વગર ટોલ બૂથના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકીઓ આપવામાં આવી હતી અને ડમ્પરને અવારનવાર ત્યાંથી ટોલ ભર્યા વગર હંકારીને ટોલ બુથ તથા ત્યાં મૂકવામાં આવેલ બેરીકેટને નુકસાન કરવામાં આવ્યું હતું જેથી હાલમાં ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરના ચાલક સહિત કુલ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ મિસરી હોટલ પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વઘાસીયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (37)એ હરસિધ્ધિ હોટલ વાળા જયરાજસિંહ રહે. વઘાસીયા તથા ડમ્પર નંબર જીજે 36 વી 5208 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વઘાસીયા ટોલનાકા ઉપરથી અવારનવાર અલગ અલગ ટ્રકો ટોલ પ્લાઝામાં ટોલ ભર્યા વગર કઢાવીને ફરિયાદી તથા ટોલ બુથના સ્ટાફ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકી આપવામાં આવી હતી અને ડમ્પરના ચાલકે અવારનવાર પોતાનું ડમ્પર ટોલ બુથ ઉપરથી હંકારીને ટોલ બુથ તથા ત્યાં રાખવામાં આવેલ ટોલ બેરીકેટને નુકસાન કર્યું હતું જેથી કરીને ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મહિલા સારવારમાં
મોરબીમાં રહેતા ધાનીબેન રાજુભાઈ દેગામા નામની મહિલા કોઈ કારણસર ઓઇલ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.